કે ના મારું સ્થલ અલકની વેણીમાંયે ભલે હો !
ના વેરાઉ સમરપગલામાં ભલે સૈનિકોના,
પામું થાવા શહીદ શબની ચેહમાં લીન છો ના.
છેટી, છેટી ! હૃદયવીંધતી માળીની અર્થ દ્રષ્ટિ !
છેટાં, છેટાં ! મુકુટ, રશના, મૂર્તિ ને મંદિરો હો !
ને છેટી છો મુજથી કવિની કલ્પનારંગવૃષ્ટિ,
ને બીજુંયે ઘણુંયે અજાણ્યું રહ્યું દૂર છો રે !
મારે પોચે સુરભીભર હૈયે સહ્યા છે સુખેથી
મૂંગે મૂંગે જખમ વખ ડંખી મધુમખ્ખીઓથી.
ને તોયે હું ની નિત નવી સૌરભે હૈયું ખોલું,
ના રાખું કાઈ ભ્રમરડર, હૈયે છુપી ગુઢ આશા;
કે સંચેલી કણીકણી બધે અત્મગંધોની ઢોળું,
જયારે પેલો વન ઘૂમી વહે વિશ્વનો માતરીશ્વા.
"Source: સમગ્ર કવિતા"
Translation:
It's fine if I have no honeyed kisses on my face !
or I may not have my place in a lei* in hairs !
Not also I am strewn in the path of war footing soldiers.
I don't absorb myself in desire to be put on martyr's copse.
Far, far off ! Heart-penetrating materialistic glance of a gardener.
Far, far away ! Crowns, Waist belts, idols and temples .
and distant from me is poet's drizzling colourful imagination,
and other umpteen things unknown, have been remote to me !
My soft scented bosom has happily, quietly borne ,
wounds by venomous string of bees.
Yet I day by day open by bosom with fresh fragrance,
I keep no fear of bee sting,but in my heart hidden is deep hope;
a hope that every speck of gathered scent I will exude,
when that, earth's swirling wind wander here in woods.