Jan 13, 2010

Aatlu Jari Bhulsho Nahi (Never forget this much)

To, 
All the Students in schools,colleges, Universities, Institutions.


આટલું જરી ભૂલશો નહિ
તમે આગળ ઉપર હાઈકોર્ટો ધ્રુજાવો
કે યુનીવરસીટીના  શિખર પર કળશ થઇને દીપી રહો,
ધારાસભા ગજવો કે મોટી મોટી મેદની ડોલાવો,
ભારે અફસર થાઓ કે મહાપુરુષ બની જાઓ,
પણ ત્યારે આટલું કદી ભૂલશો નહિ કે-
તમે અત્યારે અહી ભણો છો તે એક અકસ્માત જ છે.
તમે અહી ભણો છો.. ને તમારી ઉમરના ગોઠિયાઓ 
ખેતરે માળા પર ચઢી ને પંખીડા ઉડાડે છે,
શેહરના કારખાનામાં બેવડ વળી જાય છે,
વીશીઓના અંગીઠા આગળ શેકાય છે,
અથવા તો મુંબઈ ની ચોપાટી પર પગચ્મ્પી કરે છે.
કોઈ અકસ્માત થી તમે એને ઠેકાણે હોત,
એ તમારે ઠેકાણે હોત.. તો?
આગળ ઉપર જયારે તમે મોટા તીસ મારખા બની જાઓ,
ત્યારે પણ આટલું જરી ભૂલશો નહિ,
અનેક લાલચો અને પ્રલોભનો હોય,
પણ પેલા વાંદરા એ મગરને કહેલું તેમ કહેજો કે,
મારું કાળજું તો, અરે ત્યાં રહી ગયું-
જ્યાં પેલા કુમળા બાળકો ટોયા બની પંખી ઉડાડે છે,
છાપા વેચવા ફૂટપાથ પર દોડે છે ,
કપરી મજુરી માં ઘસાઈ જાય છે.
--  Umashankar Joshi