એક ઝાડ...
મારા બારણા સામે એક ઝાડ સૂકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી નહતો. નર્યું રેખાઓનું માળખું છે એ.
એને ચરણે ઊભીને એને જોઉં છું.
પીઘુંલીઘુંદીઘું એ ખંખેરીને ઊભું ન હો.
અટારીએથી રાત્રિઓના આછાઘેરા ઉજાસમાં ઝાંકી લઉં છું
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની ઃ
મૌત ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની...
શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી
રાખ્યું છે જાણે મૃત્યુફળ.
- ઉમાશંકર જોશી