એની કોરે બંધાયેલા ઈંટ-સિમેન્ટ નાં માળા.
ચંદ્રકળા ની મુક્ત ગગન માં ઉજાશ,
તમસ માં પથરાતી નીરવતા, સાથે બલ્બની પીળાશ.
વાળું કરી પરવારી, પડખે પડી ટી.વી. ભાળતા લોકો,
તમરાં ની ઝીણી કર- કર , ને ખરખરતા પાંદડાઓ.
થાકેલા રસ્તાની બંને તરફ અર્ધ ખુલ્લા શટરો,
બંધ થતા દવાખાના, હોટલો ને દુકાનો.
કચરાની ઉભરાયેલી પેટીઓ, એમાં ખાવાનું શોધતા,
કચરો ફેંદતા, અનેક રમતા રખડતા કુતરાઓ.
ગલ્લી ને નાકે ઉભેલી યુવકો ની ટોળી,
તીરછી નજરે જોતા, પસાર થતી બૈરીઓ.
ઉચ્ચ સોસાયટીનાં બંધ કરાયેલા દરવાજા,
ઉંચી દિવાલો ઉપર થી લળી પડેલી ડાળખીઓ.
રાત્રે જ ખીલી ચુકેલી ચમેલી ને ફૂલો પારિજાતનાં ,
ધીમી લેહેરકી સાથે પોતાની સુહાસ વહાવતા.
વાહનો ની આછી અવર-જવર , ખાલી ગલી,
ત્યાં પગ મોકળા કરવા આવતી અમુક ગર્ભવતીઓ.
ઢોસાવાળો ને, ઠેલો ફાલુદા આઈસક્રીમનો,
ઘરે પહોંચવા બાઈક દોડાવતા છોકરાઓ.
ખોદેલા કૈક રસ્તાઓ, ખાલીખમ બેસ્ટ ની લાલ બસ,
બસ સ્ટોપ પર બેસી વાત માંડતી બે-બે જણ ની જોડીઓ.
આ બધું દરરોજ જોતી, ચાલી જતી બે જણીઓ,
એમાં થી એક હૂં છું, " હૂં " રોજ રાત્રે ચાલું છું.
ઓતરાતી દીવાલો પાછળની, હૂં એક બંદીવાન,
ધસી રહેલા ખયાલો ને પાછળ કરી દેવા.
સાથે ચાલી રહેલા વિતેલા સમયના પડછાયા,
ને જોયા- નજોયા કરી, આગળ ભાગી જવા.
ક્યાય પહોંચવા માટે નહીં, કોઈને મળવા માટે નહીં,
પણ હૂં ચાલું છું , રોજ ગતિશીલ પગલે ચાલું છું.
એક ખુશી અનુભવ કરવા માટે,
કે હજી હૂં ચાલી શકું છું, કે હજી હૂં જોઈ શકું છું.
એમાં થી એક હૂં છું, " હૂં " રોજ રાત્રે ચાલું છું.
ઓતરાતી દીવાલો પાછળની, હૂં એક બંદીવાન,
ધસી રહેલા ખયાલો ને પાછળ કરી દેવા.
સાથે ચાલી રહેલા વિતેલા સમયના પડછાયા,
ને જોયા- નજોયા કરી, આગળ ભાગી જવા.
ક્યાય પહોંચવા માટે નહીં, કોઈને મળવા માટે નહીં,
પણ હૂં ચાલું છું , રોજ ગતિશીલ પગલે ચાલું છું.
એક ખુશી અનુભવ કરવા માટે,
કે હજી હૂં ચાલી શકું છું, કે હજી હૂં જોઈ શકું છું.