Feb 27, 2010

A Quiet Song

સુંવાળી, પાથરી છે ગોદડી,
ઓઢાડું હૂંફાળો પાલવ.
મસ્તક મારી બાંહ પર ઢાળી,
અંતર ની અભિલાષા સાંભળ.

કઠોર સુરજ આથમી ગયો છે,
ચન્દ્ર કરે છે, સ્વૈરવિહાર.
હતો તે દિવસ ઉતરી ગયો છે
હવે ચઢશે એક નુતન સવાર

મીંચેલી પલકો ની કોરો પાછળ,
સપના નાં આગિયા તરવા દે.
દરિયાનો કિનારો, મોજોંની ઉછાળ,
પગ નીચે થી રેતી સરવા દે.

મીઠું શીતળ નારિયળનું પાણી,
પીને, વળી ચાખજે કુમળી મલાઇ.
કુલડી ભરી ને ખાજે મલાઈમાખણ,
અને, વળી રૂ સરખી હવા-મીઠાઇ.

સુંવાળી, પાથરી છે ગોદડી,
ઓઢાડું હૂંફાળો પાલવ.
મસ્તક મારી બાંહ પર ઢાળી,
અંતર ની અભિલાષા સાંભળ.